AARE KAYA NO HINDOLO – SANTVANI SONG GUJARATI
આ રે કાયાનો હિંડોળો રચિયો – ભજન ગીત
રચનાઃ રૂપાંદે
આરે કાયાનો હિંડોળો રચીયો,
ડગમગ ઝોલા ખાય રે માયલા…
ચેતીને ચાલો ભાઈ રે …..ટેક
ચેતીને ચાલશો તો પાર લંગી જશો,
ભવસાગરની માય રે…..માંયલા ચેતીને….
એ કાયા વાડીની હુઈ ગઈ તૈયારી,
સત્કર્મ કર મારા ભાઈ રે ….માયલા ચેતીને….
કાયા રાણીનો ગઢ લૂંટાઈ છે,
સુકર્મ કર મારા ભાઈ રે…..માંયલા ચેતીને….
બાળપણ ખેલન મેં ખોયો,
આ ભર જોબનની મારે …માયલા ચેતીને….
બુઢ્ઢો થયો ત્યારે માળા પકડી,
આ જીવની શી ગતિ થાય રે….માયલા ચેતીને…..
આરે મારગડે અનેક નર સીધ્યા,
તોરી રાણી સાધ કેવાણા રે …..માયલા ચેતીને…..
ગુરુ પ્રતાપે બોલ્યા રૂપાદે,
માલદે ને વિનંતી સુણાઈ રે …..માયલા ચેતીને…..