EK TARU SUMIRAN MURAR – SANTVANI BHAJAN
એક તારું સુમિરન માંગુ મોરાર – ભજન ગીત
રચનાઃ થાર્યા ભગત
અંહિથી એમ.પી 3 ફાઇલ ડાઉનલૉડકરો…
એક તારું સુમિરન માગુ મુરાર,
બીજુ દૂર કરો મોહ હજાર …. ટેક
કથા-કીર્તન હોય જે કુળમાં,
ત્યાં દેજો અવતાર,
બાળપણથી ભક્તિ દેજો,
સહિત કુટુંબ પરિવાર એક…. તારું સુમિરન માંગુ….
વિષય ભોગની વિરતિ દેજો,
વિદ્યા વિવેક વિચાર,
દિન દયાળુ દિલમાં દેજો,
પરહીત પર ઉપકાર…. એક તારું સુમિરન માગુ…
માયા મુક્તિ બેઉના માગુ,
તારું ધ્યાન દે એક જ તાર,
દેજો એવી દૃષ્ટિ જેમાં,
તુજ સકલ સંસાર….. એક સુમિરન તારું માંગુ…
સંગ સદા સંતોનું દેજો,
મરતા નામ ઉચ્ચાર,
થાર્યો કહે બીજું કાંઈ ન માગું,
ભવજલ તારણહાર ….. એક તારું સુમિરન માંગુ…