SHABD EK SHODHO TYA – GUJARATI SONG LYRICS
શબ્દ એક શોધો ત્યાં – સુંદર રચના
રચિયતાઃ કવિશ્રી દાદ
શબ્દ એક શોધો ત્યાં સંહિતા નિકળે,
કુવો જ્યાં ખોદો ત્યાં સરીતા નિકળે.
હજુ જો જનક જેવા આવીને હળ હાંકે,
તો હજી આ ધરતીમાંથી સીતા નિકળે.
હજુ ધબકે છે ક્યાંક લખમણની રેખાવો,
કે રાવણ જેવાં ત્યાં બીતાં બીતાં નિકળે.
છે કાલિદાસને ભોજનાં ખંડેરો,
જરીક ખોતરો ત્યાં કવિતા નિકળે.
છે કૃષ્ણની વાંસળીનાં એ કટકા,
કે હોઠે માંડો તો સુર-સરીતા નિકળે.
સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની,
કે મહાભારત વાવો તો ગીતા નિકળે.
દત્ત જોગી જેવાની જો ફુંક લાગે તો,
હજુ ધુણા તપના ધખિતા નિકળે.
દાદ આમ તો નગર છે સાવ અજાણ્યું,
તોય કોક ખૂણે ઓળખીતા નિકળે.