GUJARATI SAKHI LYRICS
SAKHI:37
BEST SANTVANI SAKHI
ગુજરાતી સાખીઓ
ભજનની સાખી
અજબ છે રંગ દુનિયાનો…..
અજબ છે રંગ દુનિયાનો,નજીકના દુર થઇ જાશે,
કડવી ઝેર લીંબોળી,મીઠી અંગુર થઇ જાશે.
મધુરાં ગીત ગાઇશ તો,હુંકારા પર્વતો દેશે,
હ્રદયની કારમી ચીસો,હવામાં દુર થઇ જાશે.
જીવનમાં ઝેરના પ્યાલા,તારે એકલાને પીવાં પડશે,
ભલા ભોજન સમારંભમાં,ભવન ભરપુર થઇ જાશે.
વધાઇ આપશે દુશ્મન,સદા તારી સફળતાને,
પરાજ્યમાં પરમ મિત્રો,બધાં મજબુત થઇ જાશે.
કરામતથી ભરેલાં જે હશે,કાતિલ ખંજર શા,
જુહારત એ પડી પગમાં ,ઘડીક નેપુર થઇ જાશે.
કપે પિંગલ છલકતો જ્યાં હશે,પ્રેમનો સાગર,
કહી ના હું શકું કયારે સાવ,નિષ્ઠુર થઇ જાશે.
SANTVANI DHAM