LAKHIYA NAHI TO MATE-JUNA DESHI BHAJAN
લખિયા નહીં તો મટે – દેશી સંતવાણી પ્રાચિન ભજન
રચનાઃ મોરાર સાહેબ
નહીં તો મટે જવ તલ,
નહીં તો ઘટે સાધુ ભાઇ રે,
લખિયા નહીં તો મટે ….ટેક
દરશથ ચોકી તળાવની,
શ્રવણ પાણી તો ભરે,
તાકીને માર્યા તીરડા,
અંધલા રુદન રે કરે સાધુ ભાઇ રે…..લખિયા નહીં તો….
સો સો ગામની સીમડી,
હરણાં વનમાં ચરે,
પારધીએ બાંધ્યો ફાંસલો રે,
પોતે ફંદમાં પડે સાધુ ભાઇ રે…. લખિયા નહીં તો…
સો સો ઘોડાની જેની સાયબી,
જેના ઉપર ચમર ઢળે,
હરીશ્ચંદ્ર જેવો રાજીયો,
નિચ ઘર પાણીડા ભરે સાધુ ભાઇ રે…. લખિયા નહીં તો…
દાસ રે મોરારની વિનંતિ,
પ્રભુના ભજન કરો,
દોયલી વેળાએ તમે આવજો,
બિરુદ તુમ તો બળે સાધુ ભાઇ રે….લખિયા નહીં તો….