DASI NE TEDI JAJO TAMARA…. SANTVANI BHAJAN
દેશી ભજન-દાસીને તેડી જાજો તમારા દેશમાં……
રચનાઃ દાસી જીવણ
દાસીને તેડી જાજો તમારા દેશમાં,
દેશમાં રે દેશમાં….દાસીને તેડી જાજો…
ભગવા રે વસ્ત્ર મારા અંગડે બિરાજે,
વાલા કરૂ જોગણ કેરા વેશમાં…..દાસીને તેડી જાજો .
લીલુડાં રે વસ્ત્ર મારા અંગડે બિરાજે,
વાલા કરૂ જોગણ કેરા વેશમાં…દાસીને તેડી જાજો.
દાસી રે જીવણ સંતો ભીમના ચરણે,
વાલા ભક્તિ લાગી બાળા જોને વેશમાં….દાસીને તેડી જાજો.
ADHURIYA THI NA KARIYE-BEST BHAJAN
SANTVANI DHAM,SANTVANI GUJARATI