DADA MEKARAN NA DHUNA-SANTVANI BAHAJN
દાદા રે મેકરણના ધુણા – ગુજરાતી ભજન
રચનાઃ વિઠ્ઠલ દાસ
ધુણા રે ધખે કચ્છમાં ધુણા રે ધખે,
કાપડી મેકરણના કચ્છમાં ધુણા રે ધખે…..કાપડી મેકરણ (1)
કુડી રે કાયાનો મનવા નથી કાંય ભરોસો,
આવા રતન પાકે કોઇ માતાની કૂખે… કાપડી મેકરણ (2)
ચાર ચાર ધુણા દાદાએ કચ્છમાં ધખાયા,
એ જી દયાળું ધુણાને સારી દુનિયા દેખે…કાપડી મેકરણ (3)
કાવડ ફેરવી તેં તો મેકરણ કાપડી,
કચ્છ રે ભુજમાં કોઇ રહેના ભુખે….કાપડી મેકરણ (4)
બાવીસે સમાધ્યું એકી સાથે ખોદાણી,
ગેબી રે સમાધિમાં સુતા રે સુખે…..કાપડી મેકરણ (5)
અગમ કેરા દેશમાં સાથે સૌ ચાલીયા,
વિઠ્ઠલ કહે વાલો મારા કેવા લેખ રે લખે….કાપડી મેકરણ (6)
AAJ MARA NAYANA SAFAL – BHAJAN SONG
SANTVANI DHAM,GUJARATI SANTVANI BHAJAN