RAMO RAMO RAMDE KHELA KUNVAR……..RAMDEVPIR NU BHAJAN
રમો રમો રામદે ખેલો કુંવર – પ્રાચીન ભજન સંતવાણી
રચનાઃ ભાટી હરજી
રમો રમો રામદે ખેલો કુંવર
મારી પત રાખો ને હિંદવાજી,
જીયો રામદેવજી……જીયો રામદેવજી….(1)
ઊગિયો ભાણ ને કિરણો કાઢી,
તેદી વાણિયાના વહાણ હંકાર્યા જી…જીયો રામદેવજી (2)
વાણિયા વહાણ જ્યારે બુડવા લાગ્યા,
હિન્દવા પીરને સમર્યા જી….જીયો રામદેવજી (3)
સોનાની લાકડીને રૂપાની ચાખડી,
રૂમઝૂમ કરતા આવ્યા જી….જીયો રામદેવજી (4)
કાંધે કામળીને હાથમાં ગેડીયો,
અને રણુંજાથી રામદે આવ્યા જી …..જીયો રામદેવજી (5)
એબ ગેબના વાજો વાગ્યાને,
અને કાને મંજીરા સુનાયા જી…..જીયો રામદેવજી (6)
હરી ચરણે ભાટી હરજી બોલ્યા,
હવે બાનાની પત રાખો જી…..જીયો રામદેવજી (7)
રમો રમો રામદે ખેલો કુંવર
મારી પત રાખો ને હિંદવાજી,
જીયો રામદેવજી……જીયો રામદેવજી….
ABHYAS JAGYA PACHI – PRACHIN BHAJAN
RAMAPIR NU BHAJAN,SANTVANI BHAJAN ,SANTVANI DHAM