VIRA SHAKAN JOYI NE GHODE – GUJARATI LAGNA GEET SONG
વીરા શકન જોઇને ઘોડે ચડજો – અણમોલ લગ્નગીત
ગુજરાતનાં ભાતીગળ લગ્નગીતો
વીરા શકન જોઇને ઘોડે ચડજો,
શકનિયો છે જોશીડાનો બેટો,
ચોઘડીયો જોઇ જોઇ સામો જડીયો,
વીરા શકન જોઇ જોઇ ઘોડે ચડજો …..
વીરા શકન જોઇને ઘોડે ચડજો,
શકનિયો છે કસુંબીનો બેટો,
ઘરચોળા લઇ લઇ સામો જડીયો,
વીરા શકન જોઇ જોઇ ઘોડે ચડજો …..
વીરા શકન જોઇને ઘોડે ચડજો,
શકનિયો છે મણિયારાનો બેટો,
ચુડલિયું લઇ લઇ સામો જડીયો,
વીરા શકન જોઇ જોઇ ઘોડે ચડજો …..
વીરા શકન જોઇને ઘોડે ચડજો,
શકનિયો છે સોનિડાનો બેટો,
હારલિયું લઇ લઇ સામો જડીયો,
વીરા શકન જોઇ જોઇ ઘોડે ચડજો …..