RAMIYE TO RANG MA RAMIYE – GUJARATI BHAJAN
રમીએ તો રંગમાં રમીએ – દેશી ભજન સંતવાણી
રચનાઃ ગંગાસતી
રમીએ તો રંગમાં રમીએ સદાય,
મેલી દઇએ લોકની મરજાદ,
હરિના દેશમાં ત્રિગુણ નવ મળે,
ન હોય ત્યાં વાદ ને વિવાદ…..રમીએ તો રંગમાં (1)
કર્તાપણું એક કોરે મુકી દેવું ને,
તો આવી જાય પરપંચનો અંત,
નવધા ભક્તિમાં નિરમળ રહેવું,
એમ કહે છે વેદ ને સંત …..રમીએ તો રંગમાં (2)
સાંગોપાવ એકરસ થાય સરખો,
બદલાય ન બીજો રંગ,
સાચાની સંગે કાયમને રમવુંને,
કરવી ભક્તિ અભંગ….રમીએ તો રંગમાં (3)
ત્રિગુણ સહિત મરને કરે નિત ક્રિયા,
લાગશે નહિં કરતાનો ડાઘ,
ગંગાસતી એમ બોલ્યા પાનબાઇ,
તેને નડે નહીં કરમનો ભાગ…..રમીએ તો રંગમાં (4)
રમીએ તો રંગમાં રમીએ સદાય,
મેલી દઇએ લોકની મરજાદ,
હરિના દેશમાં ત્રિગુણ નવ મળે,
ન હોય ત્યાં વાદ ને વિવાદ…..રમીએ તો રંગમાં
ABHYAS JAGYA PACHI – PRACHIN BHAJAN
SANTVANI DHAM,BHAJAN SANTVANI GUAJARATI