LAVO LAVO KAGALIYO NE DOT – SUPER GUJARATI BHAJAN
લાવો લાવો કાગળીયોને દોત – પ્રાચીન ગુજરાતી ભજનો
રચનાઃમોરાર સાહેબ
લાવો લાવો કાગળીયોને દેત લખીએ હરિને રે,
એવો કયો રે અમારો દોષ, ન આવ્યા હરી ફરીને રે….
જાઓ જાઓ ધુતારા કાન તમે તો બહુરંગી રે,
તમે કોઈનાં ન રાખ્યા માન ઘણાંના છો સંગી રે….
વહાલે ઊંડા કૂવામાં આજ ઉતાર્યા અમને રે,
એવા વરતડી વાઢી નહીં જાઓ, ઘટી નહીં હરિ તમને રે….
વાલા દૂધ સાકરડી પાય, ઉછેર્યા અમને રે,
એવા વખડા ઘોળી નહીં પાવ, ઘટે નહી હરી તમને રે,
વ્હાલા હીરના હિંડોળા બાંધી, હિંચોળ્યા અમને રે,
હવે પથ્થર પછાડોમાં મહારાજ, ઘટે નહીં તમને રે…..
વાલા અમર પછેડો આજ, ઓઢાડ્યો અમને રે,
હવે ખેંચી લીયોમાં મહારાજ, ઘટે નહી હરી તમને રે….
વહાલા આંગળીએ જાલી આજ, રમડ્યાં છે અમને રે,
હવે તરછોડોમાં મહારાજ, ઘટે નહીં તમને રે….
સાંભળો સંત રવિગુરુ ભાણ, ત્રિકમ બેડી તારો રે,
એવા મોરાર કહે છે રે મહારાજ, ભવસાગર ઉતારો રે….