LAGYA BHAGYA NI BHE – SANTVANI SONG IN GUJARATI
લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં – ગુજરાતી ભજન
રચનાઃ ગંગાસંતી
લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં,
ત્યાં લગી ભગતી નહીં થાય,
શરીર પડે વાંકો ધડ લડે પાનબાઈ,
સોઈ મરજીવા કહેવાય….ટેક
પોતાનું શરીર માને નહીં મનમાં,
શરીરના ઘણી જોને મટી જાય,
સદગુરુ ચરણમાં શીશ નમાવે,
ત્યારે પુરણ નિજારી કહેવાય… લાગ્યા ભાગ્યાની….
નવધા ભગતીમાં નિર્મળ રહેવું,
મેલી દેવી મનની તાણાવાણ,
પક્ષાપક્ષી નહી હરિ ના દેશમાં,
એનું નામ પદની ઓળખાણ….. લાગ્યા ભાગ્યાની…
અટપટો ખેલ જટપટ સમજાય નહીં,
એ તો જાણવા જેવી છે જાણ,
ગંગા સતી એમ બોલિયા,
ત્યારે મટી જાય ચારે ખાણ…… લાગ્યા ભાગ્યાની…..