VHALO MARO PREM NE VASH THAYA – GUJARATI SANTVANI
વ્હાલો મારો પ્રેમને વશ થયા – ભજન સંતવાણી
રચનાઃ નરસિંહ મહેતા
વ્હાલો મારો પ્રેમને વશ થયા રાજી,
એમાં શું કરે પંડિત કાજી, પ્રેમને વશ થયા રાજી…. ટેક
કરમાબાઇનો આરોગ્યો ખીચડો, ખાધી વિદુરની ભાજી,
જુઠા બોર શબરીના ખાધા, છપ્પન ભોગ મેલ્યા ત્યાગી,
પ્રેમને વશ થયા…..
વિદુર ને ઘેર શ્રી કૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યા તા માગી,
ગર્ભ કાઢી છાલ ખવડાવી, તોય ન જોયું જાગી ,
પ્રેમને વશ થયા…..
ગણિકા હતી તે પોપટ પઢાવતી, તેમાંથી લેહ અતી લાગી,
શ્રી હરિ એને સહજમાં મળ્યા, સંસારની ભ્રમણા ભાંગી…..
પ્રેમને વશ થયા…..
ભક્તની લોકો નિંદા કરે, જગત થયું છે પાજી,
ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી, ગિરિધર રહ્યા છે ગાજી ,
પ્રેમને વશ થયા…..