GUJARATI BHAJAN LYRICS
THAL – 06
JAMO TO JAMADU RE……
થાળ
જમો તો જમાડું રે……
જમો તો જમાડું રે જીવન મારા….ટેક
વાલાજી મારા દુધ ઠારૂ ભલી ભાતે,
આવી બેસો પાટે રે…જીવન મારા ….(1)
વાલાજી મારા ઘેવર જલેબીને લાડુ,
જમો તો થાળ કાઢું રે….જીવન મારા …..(2)
વાલાજી મારા તળી તરકારી છે તાજી,
વિદુર ઘરની ભાજી રે…જીવન મારા……(3)
વાલાજી મારા આરીયાં તુરીયા ટીડોંળા,
માંય શબરી બાઇનાં બોરાં રે …..જીવન મારા (4)
વાલાજી મારા આદુ લીંબુનાં અથાણાં
માંય રાયતા રંધાણા રે……જીવન મારા(5)
વાલાજી મારા ખીચડી રાંધી છે બહુ સારી,
જમો તો લાવું ઠારી રે…..જીવન મારા (5)
વાલાજી મારા દાળ ભાત શામજી શિરાવો,
તમે ધીમે ધીમે આવો….જીવન મારા (6)
વાલાજી મારા જે રે જોઇએ માંગી લેજો,
ઉગરે તો અમને દેજો રે…..જીવન મારા (7)
વાલાજી મારા એલચી લવિંગને સોપારી,
માંય બીડલી સુધારી રે……જીવન મારા (8)
વાલાજી મારા શીતળ ગંગાજળની જારી,
તમે પીવોને મુરારી….જીવન મારા (9)
વાલાજી મારા ‘ રવિ’ તે રામ રંગ રાચે,
જે ગાયે મન સાચે રે….જીવન મારા (10)
SANTVANI DHAM,GUJARATI SANTVANI