હાટડીયે કેમ રહેવાશે ભાઈ – સત્સંગ કિર્તન ગીત
HATADIYE KEM RAHEVASHE BHAI – SANTVANI KIRTAN BHAJAN
રચનાઃ દાસ મીઠો
હાટડીયે કેમ રહેવાશે ભાઈ ,
મારા રામની રજા નહીં,
રામની રજા નહીં રે મારા,
દિલમાં સૂઝે નહીં….. ટેક
હાટડી કીધી રહેવા સારુ,
ખૂબ બની છે ભઈ ,
તેડા આવ્યા શ્રીરામના ત્યારે,
હાટડી સુની થઈ…… હાટડીએ કેમ
નવ ગ્રહ જેને ઢોલિયે બાંધ્યા,
યુદ્ધમાં જીત્યા નહીં,
દસ માથાને વિસ ભુજા એવો,
રાવણ રહ્યો નહીં…… હાટડીએ કેમ
મેલી દે માયા મોહિની તારું,
મન રહ્યું છે મોહી,
હાલ્યો જા હજુર માં તારો,
છેડો ન ઝાલે કોઇ…… હાટડીએ કેમ
ધર્મ કરતાં ઢીલ ન કરીએ,
નામ નારાયણનું લઈ ,
દાસ મીઠો કહે પુરણ મળ્યા,
નામની નોબત નઈ ……હાટડીએ કેમ