લોચીનયુ સુનુ રે કાજળ વિના – પ્રાચીન ભજન ગીતો
LOCHANIYU SUNU RE KAJAL VINA – SANTVANI LYRICS IN GUJARATI
રચનાઃ સતી મંદોદરી
લોચીનયુ સુનુ રે કાજળ વિના,
હૃદય સુનુ રે હરિ ભજન વિના…..ટેક….
મંદિર સુના એના દેવ વિના,
એવા દેવ સુના રે એના દિપક વિના….. હૃદય સુનુ રે…..
માતા રે સુની એના પુત્ર વિના,
એની બહેનડી સુની રે એના બાંધવ વિના…. હૃદય સૂનું રે….
ધરતી રે સૂની એના મહેલ વિના,
એવા મહેલ સુના એની મોરલી વિના…. હૃદય સોનુ રે ….
અયોધ્યા સૂની એના દશરથ વિના,
એવા દશરથ સુના એના રામજી વિના…. હૃદય સુનું રે …..
કહે મંદોદરી સુનો રાવણ પ્રિય,
એવી સિતા રે સૂની એના રામજી વિના… હૃદય સુનું…