વારી જાઉં રે સુંદર શ્યામ તમારા – રાસની રમઝટ
VARI JAU RE SUDAR SHYAM TAMARA – BEST GUJARATI RAS
રચનાઃ નરસિંહ મહેતા
વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને… ટેક
લટકે ગોકુળ ગૌ ચારીને, લટકે વાયો વંશ રે,
લટકે જઈ દાવાનળ પીધો, લટકે માર્યો કંસ રે…. વારી જાઉં
લટકે જઈ ગોવર્ધન ધરિયો, લટકે પલવટ વાળી રે,
લટકે જઈ જમુનામા પેસી, લટકે નાથ્યો કાળી રે….. વારી જાઉં
લટકે વામન રૂપ ધરીને, આવ્યા બલિને દ્વાર રે,
ઉઠ કદંબ અવની માગી, બલિ ચાંપ્યો પાતાળે રે…. વારી જાઉં
લટકે રઘુપતિ રુપ ધરિને, તાત ની આજ્ઞા પાળી રે,
લટકે રાવણ રણ મારીને, લટકે સીતા વાળી રે…. વારી જાઉં
એવા લટકા છે ઘણેરા, લટકા લાખ કરોડ રે,
લટકે મળે નરસૈંના સ્વામી, હીંડે મોડા મોડ રે…. વારી જાઉં