RAMATO JOGI RE KYA THI AVYO.. GUJARATI SANTVANI BHAJAN
રમતો જોગી રે ક્યાંથી આવ્યો……ગુજરાતી સુપર ભજન
રચનાઃ સતી લિરલબાઇ
રમતો જોગી રે,ક્યાંથી આવ્યો હો જી….રે
આવી મારી નગરીમાં,અલખ જગાવ્યો રે….વેરાગણ હું તો (1)
કોરી ગાગર રે, ઠંડા એના પાણી હો જી,
એજી એના પાણીડાં ભરે, નંદ કેરી રાણી રે….વેરાગણ હું તો (2)
કાચી કેરી રે,આંબા કેરી ડાળે હો જી,
એજી એની રક્ષા કરે,કોયલ રાણી રે….વેરાગણ હું તો (3)
કાને કુંડળ રે,જટાધારી રે હો જી,
એજી એને નમણું કરે , નર ને નારી રે…..વેરાગણ હું તો (4)
બોલ્યા બોલ્યા રે લિરલબાઇ હો જી,
એજી મારા સાધુડા,અમરાપુરમાં માલે રે…..વેરાગણ હું તો (5)
રમતો જોગી રે,ક્યાંથી આવ્યો હો જી….રે
આવી મારી નગરીમાં,અલખ જગાવ્યો રે….વેરાગણ હું તો