SANTO NI SANTVANI SAKHI
SAKHI :35
GUJARATI SAKHI
ભજનની સાખીઓ
સંતવાણી સાખીઓ
પ્રભુના રંગ કેવા છે….
પુછો કોઇ પ્રેમી હૈયાને,પ્રભુના રંગ કેવા છે,
પુછો કોઇ જખ્મી હૈયાને,પ્રભુના રંગ કેવા છે.
સ્વીકારી હુંડીઓ ખાતે, પધારી દ્વારીકા જાતે,
પૂછો કોઇ ભક્ત નરસિંહને,પ્રભુના વહેવાર કેવા છે.
હળાહળ ઝહર પી લેતાં,જીવન અમૃતમય કીધાં,
પૂછો કોઇ બાઇ મીરાંને,પ્રભુના ચરણામૃત કેવા છે.
પ્રભુજી પ્રેમને દોરે,ખરેખર અંધને જોડે,
પૂછો કોઇ બાઇ અહલ્યાને,પ્રભુના સ્પર્શ કેવા છે.
બનાવવા ધામ ડાકોરને,ભલા કોઇ લાવે ઠાકોરને,
બતાવ્યા ભક્ત બોડાણે,પ્રભુના તોલ કેવા છે.
SANTVANI DHAM,BEST BHAJAN SAKHI