વીસ રે ભુજાળી તું ને વિનવું- માતાજીની આરાધના
VIS RE BHUJALI TU NE VINAVU – MATAJI NI CHARAJ
રચનાઃ કવિ શ્રી આલ
વિશ રે ભુજાળી આઇ તું ને વિનવું,
માડી કરજે તારા છોરૂ ઉપર મેર રે,
મહામાયા મોમાઈ, મીઠી રે નજરું આઇ તમે રાખજો……
આઈ તારા મેરુને હિમાલય મોટા ઓરડા,
માડી વિશ્વ રે આખામાં તારો વાસ રે,
મહામાયા મોમાઈ, મીઠી રે નજરું આઇ તમે રાખજો……
અમને હંમેશા રે ભરોસો ભગવતી આપનો,
મા અમે તમને છોડીને બીજે ક્યાં જઇએ રે,
મહામાયા મોમાઈ, મીઠી રે નજરું આઇ તમે રાખજો……
મા બાલુડા જાણીને જાલજે બાવડી,
બસ આટલું કહી કરજોડા ‘આલ’ ,
મહામાયા મોમાઈ, મીઠી રે નજરું આઇ તમે રાખજો……