YOGI THAVU HOY TO – JUNA DESHI BHAJAN
યોગી થવું હોય તો…..દેશી સંતવાણી પ્રાચીન ભજન
રચનાઃ ગંગાસતી
યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો,
આદરો તમે અભ્યાસ,
હરિ ભાળવા હોય તો હિમ્મત રાખો,
જેનો પરીપૂરણ સરવમાં વાસ….યોગી થવું હોય (1)
રજોગુણી ને તમોગુણી આહાર ન કરવો,
સ્વપ્ને ન કરવી આશ,
સત્વગુણી આહાર કાયમ કરવો,
જેથી થાય બેય ગુણનો નાશ….યોગી થવું હોય (2)
સત્વગુણમાં છે ભેદ મોટોને,
એક શુદ્ધ બીજો મલિન કહેવાય,
મલીન રજો તમોનો ત્યાગ કરવો,
તો પરિપૂર્ણ યોગી થાય….યોગી થવું હોય (3)
રે વિદેહ દશા તેહની પ્રગટે તેથી,
ત્રણ ગુણોથી થાય પાર રે,
ગંગાસતી એમ બોલિયા રે પાનબાઇ,
જેનો લાગ્યો તુરિયા તીતમાં તાર….યોગી થવું હોય (4)
યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો,
આદરો તમે અભ્યાસ,
હરિ ભાળવા હોય તો હિમ્મત રાખો,
જેનો પરીપૂરણ સરવમાં વાસ….યોગી થવું હોય
SANT TRIKAMDAS NI SAKHI – SANTVANI SAKHI
SANTVANI DHAM,SANTVANI GUJARATI