SANTVANI BHAJAN
BHAJAN:198
DHAN DHAN RAMAPIR LAJIYA RAKHAJO…
રામાપીરનું ભજન
સંતવાણી ભજન ગુજરાતી
ધન ધન રામાપીર લજિયા રાખોને….
ધન ધન રામાપીર લજિયા રાખજો,
પલ પલ સમરૂ પીર લજિયા રાખજો….ટેક
લજિયા રાખી તમે પ્રહલાદની,
લોહ સ્થંભ માંય લજિયા રાખજો,
ધન ધન રામાપીર લજિયા રાખજો….(1)
લજિયા રાખી તમે ટીટોડીની,
ક્ષીર સમંદરની માંય લજિયા રાખજો,
ધન ધન રામાપીર લજિયા રાખજો….(2)
લજિયા રાખી તમે બિલાડીની,
બળતી અગ્નિ માંય લજિયા રાખજો,
ધન ધન રામાપીર લજિયા રાખજો….(3)
લજિયા રાખી તમે નરસિંહ મેતાની,
જુનાગઢની માંય લજિયા રાખજો,
ધન ધન રામાપીર લજિયા રાખજો….(4)
લજિયા રાખી તમે મીરાબાઇની,
ઝેર કટોરાની માંય લજિયા રાખજો,
ધન ધન રામાપીર લજિયા રાખજો….(5)
હરી ચરણે ભાટી હરજી બોલ્યા,
બાનાની પત રાખ લજિયા રાખજો,
ધન ધન રામાપીર લજિયા રાખજો….(6)
SANTVANI DHAM,BHAJAN,સંતવાણી ધામ ભજન સંગ્રહ,રૂડાં ભજન ગીતો