GUJARATI BHAJAN LYRICS
THAL-02
PRABHU PURAN KAM PARAM DEVA….
થાળ -02
પ્રભુ પૂરન કામ પરમ દેવા…..
પ્રભુ પૂરન કામ પરમ દેવા,
મારે ઘર આવો ભોજન લેવા….પ્રભુ પૂરન કામ (1)
સાધન રહિત છું હું સ્વામિ,
ભોજન તૈયાર નથી બહુનામી,
યથાશક્તિ જે જમવાનું,
તેને આપ માનો અનેક મેવા…પ્રભુ પૂરન કામ (2)
બ્રહ્માદિક પદ પૂજન કરે,
શેષ શંકર નિત ધ્યાન ધરે,
ચાપે ચરનો લક્ષ્મી કમલા,
હું અજાણ કરૂં શું તારી સેવા…પ્રભુ પૂરન કામ (3)
ચરણોથી ગંગાધર વહી,
હું ક્યાંથી ઉત્તમ જલ આવું લઇ,
કૂપ જલથી આચમન કરો,
જગ મેં દયાલું નહીં આપ જેવા…પ્રભુ પૂરન કામ (4)
મહેર કરી મુખવાસ લીયો,
સાધારન સુપારીને માન દીયો ,
થાર્યો એ વર માંગે છે,
તારા ચરણોની નિત પાસ રેવા…પ્રભુ પૂરન કામ (5)
પ્રભુ પૂરન કામ પરમ દેવા,
મારે ઘર આવો ભોજન લેવા….પ્રભુ પૂરન કામ
SANTVANI DHAM,GUJARATI BHAJAN THAL