GUJARATI SAKHI LYRICS
SAKHI O -04
ભજન સંતવાણી
રામાપીરની સાખીઓ – 04
આ સાખીઓને અંહીંથી સાંભળો ….
સ્વરઃ હરસુખ ગીરી ગોસ્વામી
01.
તોરલે ત્રણ નર તારીયા સાસટીયોને સધીર,
જેસલ જગનો ચોરટો પલમાં કીધો પીર.
02.
કળશમાં કળા બિરાજે નેજામાં બિરાજે નૂર,
દેવળમાં ઘણી રામદે બિરાજે હાજરા હજુર.
03.
મન મતંગ માને નહીં જબ લગ ખતા ખાય,
જૈસે સાપ છછુંદરા સમજ સમજ પછતાય.
04.
અન્નના ભોજન ઊંટને શા કામના,ઇ તો રીજશે જાખરા જોઇ,
ઇતડી વળગી અડાણમાં પીછે પહે છાંડી એ લોહી.
05.
રામદેવ રૂપ દેખાડજો,લઇ ધૂપેડો કરીએ ધૂપ,
અવર દેવને દીવા બળે,રામદેવ જ્યોત સ્વરૂપ.
06.
મન મેલાને તન ઉજળા,બગલા કપટી રંગ,
તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ.
07.
બગલા મોતીને શું કરે, મોતી ભરખે કોઇ મરાલ,
પાન બીડા પાડાને શાકામના,પાડો ગોતવા હાલ્યો પરાડ.
08.
ધજા દિઠે ધણી સાંભરે,દેવળ દીઠે દુઃખ જાય,
દર્શન કરતાં રામાપીરના પંડના પ્રાયશ્ચિત જાય.
09.
ભાગ્ય બિન પાવે નહીં ભલી વસ્તુ કો ભોગ,
જબ વનરાઇ પકને લગી તબ ચાંચ મેં ભયો રોગ.
આ સાખીઓને અંહિંથી ડાઉનલૉડ કરો.