અવઘોળની છે આંટી છોડાવા થાને – સંતવાણી ભજન
AVAGHOL NI CHHE AANTI – MOGAL MATAJI NI CHARAJ
રચનાઃ કવિ અમર
CLICK TO DOWNLOAD MP3
અવઘોળની છે આંટી,છોડાવા થાને માટી
કારણ ભુતાને દાંટી રે ….. મોગલ માડી …..
અલબેલી વારે આવો, નવે લાખ ભેળી લાવો,
ભુતડીયાને ભગાડો રે ….મોગલ માડી ……
મેડો છે માને વાલો,નમીને આઇને હાલો,
આયલ વેણ આલો રે …. મોગલ માડી …..
મેગલ રહેમ એવી,હેમાઉ પાંખ જેવી,
પરશન થાઓ દેવી રે…..મોગલ માડી ……
મધુરા હે માદળ વાગે,ઘેરા ત્રંબક ગાજે,
બીરાન હાંક વાગે રે ….. મોગલ માડી ……
ઘુઘર ઘમંક વાગે રે, શરણાઇ રાગ સાજે,
ત્રિશુલ રંક ગાજે …..મોગલ માડી …..
ભેરીએ ભૂંગળ વાગે,હાંકથી દૈત્યા ભાગે,
સિંહણ હાક વાગે રે …..મોગલ માડી …..
શમણાં આંગણ રમવા,કારણ ભુતાને દમવા,
એ દૈતા જબરને જમવા રે ….. મોગલ માડી …..
ઝાંઝ પખાવજ વાગે,ડમર ઢોલ સાજે,
ગહેરા હે ડાક વાગે …… મોગલ માડી …..
બોરાણે આઇ બિરાજે,રૂપાળી ચારણ રાજે,
આયલ વખતે નિવાજે રે…… મોગલ માડી …..
માજી ભરોસો તારો,આયલ તમે ઉગારો,
સત્યાગ્રહને સુધારો રે …..મોગલ માડી …..
કવિ અમર કીરત ગાવે,ગાવેને શાપ જાવે,
આનંદ પદ પાવે રે …..મોગલ માડી …..