GUJARATI BHAJAN LYRICS
BHAJAN – THAL-01
MARA HARI MANDIR MA HOY THALI…..
થાળ-01
મારા હરી મંદિરમાં હોય થાળી……
મારા હરી મંદિરમાં હોય થાળી,
મારા ઠાકોર મંદિરમાં હોય થાળી
તમે જમો ને મારા વનમાળી….ટેક
લાડવા ને લાપસી ચણાની દાળ,
ઉપર પીરસાવું ઘેબરીયો પ્રસાદ….તમે જમોને મારા..(1)
ઊના ઊના ભોજન ટાઢા થાય,
સાદ કરે છે યશોદા માત…તમે જમોને મારા .(2)
ઝારી ભરાવું જલ યમુનાના નીર,
આચમન કરો ને તમે સુભદ્રાનાં વીર…તમે જમોને મારા (3)
લવિંગ સોપારીને બિડેલા પાન,
મુખવાસ કરોને રાય રણછોડજી….તમે જમોને મારા (4)
ગલીએ ને શેરીએ પડાવું સાદ,
ના લીધો હોય તે લેજો પ્રસાદ…તમે જમોને મારા (5)
ચૌદે લોકમાં થાળી થાય,સ્વર્ગાપુરમાં થાળી થાય,
ભુતનાથ ચરણે અખૈયો ગુણ ગાય…તમે જમોને મારા (6)
મારા હરી મંદિરમાં હોય થાળી,
મારા ઠાકોર મંદિરમાં હોય થાળી
તમે જમો ને મારા વનમાળી….
SANTVANI DHAM,GUJARATI THAL LYRICS