SANTVANI – SAKHI
SAKHI-03
GUJARATI BHAJAN SANTVANI
સાખીઓ-03
ભજન સાખી
01.
દિન ગણંતા માસ ગયા વર્ષે આંતરિયા,
તારી સુરત ભુલી સાયબા નામે વિસરિયા.
02.
ભાઇ મરે ભવ હારીએ,બેની મરે દશ જાય,
બાલાપણમાં જેના માવતર મરે,એને ચારેય દશનાં વા વાય.
03.
સંત સપૂતને તુંબડા,ત્રણેનો એક જ સ્વભાવ,
તારે પણ બોલે નહી,એને તાર્યા ઉપર ભાવ.
04.
ઇસર ઘોડા જોકીયા,મહાસાગરની માંય,
તારણહારો તારસે,સાંયા પકડે બાય.
05.
સંત બીજ પલટે નહી,બલેને જુગ જાય અનંત,
ઉંચ નીંચગેર અવતરે,આખીર સંતોના ઇ સંત.
06.
તોરી કે સોજોને સુલક્ષણા,જેને હાડમાં નહી હલકી વાત,
એવા નરને મોડા કેમ મળીએ,હાલ્યો જાય સરગાપુરનો સાથ.
07.
મોઢેં બોલું માં,ત્યાં સાચે જ નાનપણ સાંભરે,
મલક બઘાની મજા,મને કડવી લાગે કાગડાં.
08.
રાજા વાણીયોને ચારણ,ચોથી નાનકડી નાર,
એતા ભગતી કરે નહી,અને કરે તો બેડો પાર.
09.
કવિ ઇસર હરીરસ કિયો,દોહા તીન સો સાઠ,
મહાદુષ્ટ પામે મુક્તિ,જો કિજે નિત પાઠ.
10.
સદગુરૂ ગોવિંદ એક જાનિયે,શબ્દમાં રહિયે સમાય,
મલે તો દંડવત બંદગી,નહીંતર પલ પલ નામ જપાય.
11.
સંત સગા કા ગુરૂ સગા,અંત સગા એક રામ,
તુલસી કહે વો જીવ તો,તીન ઠોર વિશ્રામ.
GUJARATI SAKHI LYRICS,SANTVANI DHAM