એવા ડંકા રે દીધા કચ્છ દેશમાં – દેશી ભજન
EVA DANKA RE DIDHA KACHCHHA DESH MA – PRACHIN BHAJAN
રચનાઃ દાસ વિઠ્ઠલ
એવા ડંકા રે દીધા કચ્છ દેશમાં,
ધરા પાવન કીધી ધંગ રે…. ટેક….
એવા પિયર હાલ્યા પરલોકમાં,
એને છોડી દીધો સર્વેનો સંગ રે,
એવો અલખ જગાયો અગમ દેશમાં રે,
અને બાવીસે સાથે લઈ સમાત…. ડંકા રે….
કરમાં શ્રીફળ રૂડું શોભતું રે,
એ સૂરજને છેલ્લી કરી છે સલામ રે,
એ સમાતે બેઠા રે હસ્તે મુખડે રે,
સૌને કરી સીતારામ રે …. એવા ડંકા રે….
એવા હાથ રે જોડીને કરતા હરી હરી રે,
અને ચડતા સમાતે શૂરવીર રે,
એવા જનમ એ મરણ નથી જોઈતું રે,
એવા સોંપી દીધા શરીર રે…. એવા ડંકા રે…
ગેબી રે તેડા આવ્યા રે,
એને તેડવા આ તો વૈરાગીના પહેરી હાલ્યા વેશ રે,
એવા દાસ રે વિઠ્ઠલ એને વિનવે રે,
દેજો અમને સંતને ચરણ વાસ રે ….એવા ડંકા રે