પુનમની પ્યારી પ્યારી રાત – ગુજરાતી રાસ ગરબા
POONAM NI PYARI PYARI RAT – RAS GARABA LYRICS
શરદપૂનમની રાતડી ને ચાંદો ઉગ્યો છે આકાશ,
આવેલ આશા ભર્યા…..
એ પણ સરખી સરખી સાહેલડી ને,
એ રમવા કારણ રાસ….
પૂનમની પ્યારી પ્યારી રાત,
મારી પ્રીતમ સાથે છે મુલાકાત….આજ તું ના જાતી…
ચમકે છે નભમાં કેટલા તારા,
સપના છે એટલા મનમાં,
આજની આ પૂનમ છે જેવી રૂપાળી,
આવું જ રૂપ મારા તનમાં,
જો જે થાયે ના આજે પ્રભાત,
મારી પ્રીતમ સાથે છે મુલાકાત…આજ તું ના જાતી….
જાગી છે પ્રીત મારી જન્મો જનમની,
રમશું રે રાત ભર રંગમાં,
જાઓ જાઓ સખીઓ થશે રે મોડું,
સાજન છે કોઈના સંગમાં,
મને કરવા દો ને થોડી વાત,
મારી પ્રીતમ સાથે છે મુલાકાત….. આજ તું ના જાતી….