વૈરાગ તો લાગ્યો રે ગુરુની વાતડીએ – ભજન સંતવાણી
VAIRAG TO LAGYO RE GURU NI VATADIYE – BEST BHAJAN GUJARATI
રચનાઃ દાસ હોથી
વૈરાગ તો લાગ્યો રે ગુરુની વાતડીએ,
હાલો મારા હરિજનની હાટડીએ….. ટેક
પ્રેમના રે પાલવડા તમે, પહેરો રે સુહાગણ,
રંગ તો લાગ્યો રે,બી બે ભાતડીએ…. હાલો મારા
હિરલાની વણજુ તમે, કરો રે વેપારી,
ખોટ તો ન આવે, ગુરુની હાટડીએ….. હાલો મારા
નાથજી રે મે તો તમને, નેણ ભરી નિરખીયા,
અનુભવ કીધો મારી આંખડીએ…. હાલો મારા
દાસ રે ‘હોથી’ને ગુરુ મોરાર મળ્યા,
લગની રે લાગી ગુરુની વાતડીએ ….હાલો મારા