એવા સાધુડા ઉતર્યા વડલાની – GUJARATI BHAJAN LYRICS
EVA SADHUDA UTARIYA VADALA HETH…
સતી તોરલનું ભજન
એવા સાધુડા ઉતર્યા વડલાની હેઠ જાડેજા,
એવો વડલો વરસ્યો સાચે મોતીડે રે જી…ટેક
શ્રવણ કોદારી લીધી જાડેજા,
એવો જાડેજો હાલ્યો જમિયું નિહાળવા રે જી….એવા સાધુડા.. (1)
જોઇ જોઇ જમિયું નિહાળ જાડેજા,
એવા જે રે ભુમિમાં મોતિડા નિપજે રે જી…એવા સાધુડા…(2)
પેલી કરજો વાર જાડેજા,
એવા પછી રે પાધરડા ખેતર ખેડજો રે જી…એવા સાધુડા …(3)
હરખનાં હળિડા જોડાવ જાડેજા,
એવો રાસને પરોણો જે દી હરીનાં હાથમાં રે જી..એવા સાધુડા ….(4)
તોરલ હાલ્યાં જો ને ભાત જાડેજા,
એવા જોજો પડે નહી જાડેજા ડુંગરા રે જી….એવા સાધુડા…(5)
ઘંઉની ભરીયલ એક ગુણ જાડેજા,
એવા એ ઘંઉ લઇ સાધુ મુખે વાપર્યા રે….એવા સાધુડા…(6)
સૌ વાવે ધંઉ જુવાર જાડેજા,
જેસલ જાડેજો વાવે નદીનો વેકરો રે જી….એવા સાધુડા…(7)
સૌને નિપજ્યા ઘંઉ ને જુવાર જાડેજા,
જાડેજાને નિપજે સાચા મોતીડાં રે જી….એવા સાધુડા…(8)
બોલ્યા બોલ્યા તોરલ નાર જોડેજા,
એવા તોરલ ગાયો રે હરીનો ઝુલણો રે જી….એલા સાધુડા…(9)
એવા સાધુડા ઉતર્યા વડલાની હેઠ જાડેજા,
એવો વડલો વરસ્યો સાચે મોતીડે રે જી..
લોચીનયુ સુનુ રે કાજળ વિના – ભજન સંતવાણી
GUAJARI DESHI BHAJAN,SANTVANI DHAM,