EVO KALIYUG AVYO KUDO… – SANTVANI BHAJAN
એવો કળિયુગ આવ્યો કૂડો રે……
રચનાઃ દાસ ધીરો ભગત
એવો કળિયુગ આવ્યો કૂડો રે,
દુનિયામાંથી દયા છે ઘટી,
એવા મોટા મોટા મહાજન રે,
લખપતી લોભી રે થયા…એવો કળિયુગ (1)
ધરતી માંથી ઘર્મ ગયું,વધ્યું પાપનું પુર,
પરજન તો પાગડા થયા,મેદની થઇ ચકચૂર,
એવો ધરતીએ રસ ચોર્યો રે,
વાવ્યા કણકણસી ગયા…એવો કળિયુગ (2)
પૃથ્વી માથે પાખંડ પૂજાશે,વિપ્ર કરશે વેપાર,
સંન્યાસી ધન સંચરવા લાગ્યા, નહિ મળે પતિવ્રતા નાર,
એવું સંત ન મળે શોધ્યું રે,
અસંતનાં તો આંધા વળ્યા…એવો કળિયુગ (3)
સૂરાનું સૂરાતન ગયુ,સતિનું ગયું સત,
વેદી ભેદીને પંડીત પુરાણી,સૌની મટી ગઇ મત,
એવું કળિયુગનું કારણ રે,
લોભે જન લાગી રયા…એવો કળિયુગ (4)
છત્રપતિ તો વચન ચુક્યા,આ દુઃખ કોને કહેવાય,
કથા તો કુપાત્રની સુણસે,પ્રશ્ન ગરોળાને પૂછાય,
એવો દાસ ધીરો કહે છે રે,
અજ્ઞાની નર અંધા રે થયા….એવો કળિયુગ (5)
એવો કળિયુગ આવ્યો કૂડો રે,
દુનિયામાંથી દયા છે ઘટી,
એવા મોટા મોટા મહાજન રે,
લખપતી લોભી રે થયા…એવો કળિયુગ
તારા રે ઘટમાં પિયુ બિરાજે – ભજનની દુનિયા
SANTVANI DHAM ,GUJARATI BHAJAN LYRICS PDF