ANAND GHADI HETE BHAJAVA HAEI…. – SANTVANI BHAJAN
ગુજરાતી ભજન ગીત – આનંદ ઘડી હેતે ભજવા હરી….રચનાઃ દાસી જીવણ સાહેબ
આનંદ ઘડી હેતે ભજવા હરી,
સંત રે સુહાગી મળિયા આનંગ ઘડી…ટેક
પ્રેમના રે પ્યાલા મારા ગુરૂજીએ પાયા,
જોત રે જોતામાં એક વસ્તુ જડી….સંત રે સુહાગી (1)
ગગન મંડળમાં વાજા રે વાગે,
સુન રે શિખર ઉપર સુરતા ચડી….સંત રે સુહાગી (2)
હ્રદય કમળ વિષે હુવા અજવાળા,
ત્રિવેણીના તીરે એક જ્યોત ખડી….સંત રે સુહાગી (3)
દાસી જીવણ ને સંત ભીમ ગુરૂ ભેટીયા,
એણે બતાવી અમને અમર જડી…સંત રે સુહાગી (4)
આનંદ ઘડી હેતે ભજવા હરી,
સંત રે સુહાગી મળિયા આનંગ ઘડી…