YUDDH MA ARJUN NE ENA SAGPAN – GUJARATI SANTVANI BHAJAN
યુદ્ધમાં અર્જુનને એના સગપણ…
રચનાઃ કવિ પુરૂષોત્તમદાસ
યુદ્ધમાં અર્જુનને એના સગપણ આડા આવે ,
સગપણ આડા આવે,એના મનને ખૂબ મુંઝાવે…ટેક
કુરૂક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી ,મધ્યમાં રથને લાવે,
કોને મારું કયાં તીર ચલાવું,સમજણમાં ન આવે…યુદ્ધમાં અર્જુન (1)
કોઇ કોઇનું સગું નથી અર્જુન,કૃષ્ણ પ્રભુ સમજાવે,
આવી કાયરતા ક્યાંથી લાવ્યો,તારી કીર્તીને કલંક લગાવે..યુદ્ધમાં અર્જુન (2)
અગ્નિ ન બાળે પવન ન સૂકવે, પણી ન પલાળે,
આત્મ તત્વ અમર છે અર્જુન,ગીતાના જ્ઞાન સમજાવે….યુદ્ધમાં અર્જુન (3)
જ્ઞાન ગીતાના દઇ અર્જુન ને, ધનુષ્ય બાણ ચડાવે,
‘પુરૂષોત્તમ’ કહે સ્વામી શામળીયો,ભારતમાં ભારત રચાવે…યુદ્ધમાં અર્જુન (4)
યુદ્ધમાં અર્જુનને એના સગપણ આડા આવે ,
સગપણ આડા આવે,એના મનને ખૂબ મુંઝાવે…