GUJARATI BHAJAN LYRICS
BHAJAN:92
NAV TARE BHAVSAGAR….
ભજનઃ92
નાવ તરે ભવસાગર તારે….
નાવ તરે ભવસાગર તારે,
કાંઠે લાવી બુડાડીશ માં,
તારી શકે તો તારજે જીવડા,
બીજાને ડુબાડીશમાં…..ટેક
તારે આગણીયે આંબા રોપજે,
બાગ બીજાનો બગાડીશમાં,
એના ફળ તું સદાય જમજે,
એના મૂળ ઉખાડીશ માં…..નાવ તરે ભવસાગર (1)
ભર્યા હોય ભંડાર કોઇના,
એમાં તું લાઇ લગાડીશમાં ,
સીધા મારગડે ચાલ્યો જાજે,
સુતા સાપ જગાડીશમાં….નાવ તરે ભવસાગર (2)
મહેલ પરાયા જોઇ બીજાના,
ઝુપડું તારું બાળીશમાં,
માલ વિનાની દુકાન ઉપર,
ખોટા બોર્ડ લગાડીશમાં….નાવ તરે ભવસાગર (3)
જો કોઇ મુખેથી રામ ભજે તો,
એના તાર તું તોડીશમાં,
કહે પુરૂષોત્તમ સ્વાર્થને કારણે,
ખોટા સુર વગાડીશમાં…..નાવ તરે ભવસાગર (4)
નાવ તરે ભવસાગર તારે,
કાંઠે લાવી બુડાડીશ માં,
તારી શકે તો તારજે જીવડા,
બીજાને ડુબાડીશમાં….
GUJARATI BHAJAN LYRICS PDF DOWNLOAD,SANTVANI DHAM