સદગુરૂના ચરણમાં મારે સદાય – ગુજરાતી ભજન સંતવાણી
SADGURU NA CHARAN MA MARE – BEST GUJARATI BHAJAN
રચનાઃ શ્રી બળદેવ બાપા (પીપળી)
સદગુરૂનાં ચરણમાં મારે સદાય દિવાળી,
કદિયે ન ભાળી સંતો રૈન અંધારી ….. ટેક
ફટક ફટક મેં તો ફોડ્યા રે ફટાકા,
ભભક ભડાકે પાયા આનંદ અપારા …..સદગુરૂનાં ચરણ
તન કર ગોળોને મન કર દારૂ,
મન કી જામગ્રી બ્રહ્મ અગન સે પ્રજાળી……સદગુરૂનાં ચરણ
ખૂબ રે ખેલ્યાને ખૂબ આનંદ ઉઠાયા,
નિજાનંદ પાયા દિસે અગમ ઉજારા…..સદગુરૂનાં ચરણ
રંગ ભર રૈનમાં દીપક જલાયા,
કહે બાપા બળદેવ કીધી ગગન દિવાળી…..સદગુરૂ ચરણમાં