MER KARI DE NE MOGAL – GUJARATI BHAJAN
મેર કરી દે ને મોગલ….. – ગુજરાતી ભજન
રચનાઃ કવિ મહેશદાન
મેર કરી દે ને મોગલ લીલા લેર કરી દે ને,
માડી તું હવે બધા ઉપર મેર કરી દેને….ટેક
ઓઢી કાળો ભેળિયો માથે આવે નવલાખુ સાથે,
છોરુળાના એક જ સાદે રે માડી હવે મેર કરી દે ને…મેર કરી દે ને (1)
આનંદથી આનંદમાં રહેશું ભાઇઓ બધા ભેળા રહેશું,
મોગલને તરવેળા ઓરતા રહેશું રે માડી હવે મેર કરી દે ને….મેર કરી દે ને(2)
ચરજ છે અરજની મોગલ સાંભળજે પરજની મોગલ,
મહેશને ગરજ છે તારી રે,માડી હવે મેર કરી દે ને…મેર કરી દે (3)
મેર કરી દે ને મોગલ લીલા લેર કરી દે ને,
માડી તું હવે બધા ઉપર મેર કરી દેને….