MARU MAN LAGYU RE RANA VAIRAG MA… -GUJARATI BHAJAN LYRICS
મારું મન લાગ્યું રે રાણા વૈરાગમાં….
રચનાઃ મીરાબાઇ
મીરા કે છે રાખનહારો મારો રામ રે,
મારું મન લાગ્યું રાણા વૈરાગમાં….ટેક
ઝેરનાં પ્યાલા રાણાજી મોકલે,
દેજો તમે મીરાબાઇને મોલ રે,
ઝેરનાં પ્યાલા મીરાબાઇ પી ગયાં,
આવ્યાં છે અમિના ઓડકાર રે…મારું મન લાગ્યું (1)
સાપના કરંડીયા રાણાજી મોકલે,
દેજો કાંઇ મીરાબાઇને મોલ રે,
સાપનાં કરંડીયા મીરાબાઇએ ખોલિયા,
પ્રગટ્યાં છે ફુલડાંના હાર રે…..મારું મન લાગ્યું (2)
વાઘનાં પિંજરા રાણાજી મોકલે,
દેજો તમે મીરાબાઇને મોલ રે,
વાધનાં પિંજરાં મીરાબાઇએ જોયા,
વાઘના વાછરુ મીરાબાઇ ને હુઇ રહ્યા….મારું મન લાગ્યું (3)
ગુરૂનાં પ્રતાપે મીરાબાઇ બોલિયા,
દેજો અમને સંત ચરણે વાસ રે….મારું મન લાગ્યું (4)
મીરા કે છે રાખનહારો મારો રામ રે,
મારું મન લાગ્યું રાણા વૈરાગમાં….