અમે કરીએ એવા કામ – ભજન કિર્તન ગુજરાતી
AME KARIYE EVA KAM- GUJARATI SANTVANI BHAJAN
રચનાઃ અનામી
અમે કરીએ એવા કામ, લાજ આવે લેતાં તારું નામ,
અમૃત દીધું પણ ના પીધું, ઝેરના ભરીએ જામ…ટેક.
ભાવ વિનાની કરીએ ભક્તિ, છુપાવીએ તન – મનની શક્તિ,
કાય – ક્લેષમાં રાગ દ્વેષમાં, વિતે આયુ તમામ…
અમે કરીએ એવા કામ…
ધનને ખાતર ધરમ વેચીએ, કૂટિલ કર્મથી કીર્તિ લઈએ,
તનના ઉજળા મનના મેલા, ખોટો ડોળ દમામ…
અમે કરીએ એવા કામ…
સંત સમાગમથી દૂર રહીએ, આગમવાણી કદી ન સુણીયે,
તનના ઘોડે, મનના દોડે, એને નથી લગામ…
અમે કરીએ એવા કામ…