BHAJAN MA CHHE JIT… – BHAJAN SANTVANI GUJARATI
ભજનમાં છે જીત..
રચનાઃ કવિ આલ
જીવડા તારી જગદિશ ભજનમાં છે જીત,
હરિવર સ્મરણમાં છે હિત….ટેક
આળસ છોડી અવિનાશનું, નામ લેજે નિત નિત,
તોડી જગતથી તમામ નાતા, પ્રભુ સાથે કર પ્રીત….ભજનમાં છે (1)
સંતો પાસેથી શીખી લેજે, રામ ભજવાની રીત,
દુનિયા સાથે જોડી દોસ્તી,કરીશ માં તું ક રીત…ભજનમાં છે (2)
હાથી ઘોડા પર હોય હજારો,માત પિતા સુમિત,
અંત સમે કોઇ કામ નહીં આવે,વામ સુતા સુત વિત્ત…ભજનમાં છે (3)
અશરણ શરણના ચરણકમળમાં,ચોટાડી રાખજે ચિત્ત,
‘આલ’ મટી જાય આવણ-જાવણ, ગાવ હરીવરના ગીત…ભજનમાં છે (4)
જીવડા તારી જગદિશ ભજનમાં છે જીત,
હરિવર સ્મરણમાં છે હિત…