SANTVANI DHAM BHAJAN
BHAJAN:194
RANI RE RADHIKA NA TAME
ભજન સંતવાણી ગીત
ગુજરાતી ભજન
રાણી રે રાધિકાના તમે મારા….
રાણી રે રાધિકાના તમે મારા શ્યામ છો,
તમે મારા શ્યામ છો વહાલા ગિરિધર ગોપાલ છો…ટેક
વહાલા આવો છો ને,
સદા મારું મન શાને મુંઝાવો છો,
તમે બોલો તો ખરાં,
દુઃખી દિલ શાને દુભાવો છો,
મોરલી વગાડી શ્યામ,અમને રડાવો છો.
રાણી રે રાધિકાના તમે મારા શ્યામ છો…
તમે હરણ્યાકંસ મારી અને,
પ્રહલાદ ઉગારો છો,
એનો ગોકુળિયુંં છોડી,
મથુરા શાને પધારો છો,
દેવકીના જાયા વહાલાં,તમે નંદલાલ છો,
રાણી રે રાધિકાના તમે મારા શ્યામ છો…
તમે ગોવર્ધન તોળી,
અને વહાલા ગોકુળ વસાવો છો,
વહાલાં કાળી નાગ નાથી
અનેકાળા કાન કહાવો છો,
સોળસો ગોપીના વહાલાં,તમે એક શ્યામ છો,
રાણી રે રાધિકાના તમે મારા શ્યામ છો…
તમે રાક્ષસ હણવાને,
વહાલાં અંહિ પધારો છો,
તમે કંઇક સેવકોનાં વહાલાં,
દુઃખડા ટાળો છો,
સીતારામ બાપાનાં તમે,
સુંદર શ્યામ છો,
રાણી રે રાધિકાના તમે મારા શ્યામ છો…
તમે ગોવિંદ ગોપાલ,
રાજા રામ કહાવો છો,
સકલ પદારથમાં,
જુદા જુદા નામ ધરાવો છો,
દાસ રે જુગલનાં વહાલાં,
તમે સિરતાજ છો,
રાણી રે રાધિકાના તમે મારા શ્યામ છો…
સંતવાણી ધામ ભજન ગીત,SANTVANI DHAM,BHAJAN GUJARATI