કુડુ રે કમાણો મારા કંથજી – દેશી ભજન
KUDU RE KAMANO MARA KANTHAJI – BHAJAN LYRICS IN GUJARATI
રચના : શામળ
CLICK TO DOWNLOAD MP3
કુડુ રે કમાણો મારા કંથજી,
સિતવા હરીને શીદ લાવ્યા,
રાડ વધારી રાજા રામની,
લંકા ખોઈ ઘેર આવ્યા… ટેક.
એજી બાણ રે ગડગડે મારા,
નાથના ધ્રુજે બૌતેર કોઠા,
એના રે સામા નવ થાઇયે,
એ છે આપણાથી મોટા…કુડુ રે કમાણો…
એજી સપનું લાધ્યું મુજને સેજમાં,
જાણે હું તો રંડાણી,
સૈન્યને રે ઉતર્યું રાજા રામનું,
પથ્થરે પાળ બંધાણી…કુડુ રે કમાણો…
એજી રાજા રે જનક ને માંડવે,
મોટા મહિ પતિઓ મળીયા,
ધનુષ્ય ભાંગ્યું સભા દેખતા,
બહુનામી છે બળીયા…કુડુ રે કમાણો…
એજી નર રે ન જોયા નવખંડમાં,
નાવે કોઈ રામજીને તોલે,
એક જ બાણેથી માર્યો વાલીને,
રાવણ તું નથી એની તોલે…કુડુ રે કમાણો…
કહે રાવણ સુણ મંદોદરી ,
રાજ મને મારીને લેશે,
બોલ્યા રે બોલ્યા રે સુરનો શામળો,
અને સાથે વૈકુંઠ દેશે…કુડુ રે કમાણો…