MITHI MITHI EK RATE – GUJARATI SANTVANI BHAJAN
મીઠી મીઠી એક રાતે ……ગુજરાતી સંતવાણી ભજન
રચનાઃ પુરૂષોત્તમદાસ
મીઠી મીઠી એક રાતે ,અયોધ્યામાં રયાતાં,
કાગમુનિ સંગે અમે ,ફરવા ને ગ્યાતાં,……ટેક
કહે ભોળાનાથ તમે,સુણો રે ભવાની,
વાત છે મઝાની જ્યારે રામ જનમ્યાં’તા ….મીઠી મીઠી એક….(1)
કેસર ને કંકુ ઉડે,અબીલ ગુલાલ ત્યાં,
મચીતી ધમાલ રૂડાં,ફુલ વરસ્યા તા….મીઠી મીઠી એક…(2)
છુપાઇને જોયું અમે,ત્યાં તો છાનું માનું,
નક્કી એક માસ ભાનું,ભાન ભૂલી ગ્યા તા…મીઠી મીઠી એક …(3)
આનંદ અનેરો એવો ,વર્ણવે શું શારદા,
બ્રહ્માજી જેવા જ્યાં ,ભુલા રે પડ્યા તા,…..મીઠી મીઠી એક …(4)
કહે પુરૂષોતમ બલિહારી રામની,
રંક ને શ્રીમંત સહુ,પ્રેમ ઘેલા થ્યા તા….મીઠી મીઠી એક ….(5)
મીઠી મીઠી એક રાતે ,અયોધ્યામાં રયાતાં,
કાગમુનિ સંગે અમે ,ફરવા ને ગ્યાતાં,….