PARAB NA PIR NE KOI SAMAJAVI DYO – GUJARATI SANTVANI
પરબના પીરને કોઇ સમજાવી દયો…. – GUJARATI BHAJAN LYRICS
રચનાઃ હમીર
પરબનાં પીરને કોઇ સમજાવી દયોને,
દેશ પરદેશના જોષીડા તેડાવો,
મારા ઘડીયા લગનિયા જોવરાવો……ટેક.
સાંયાજીની સાથે મારા સગપણ કિધા,
મારા લગનિયા લેવરાવો…..પરના પીરને…(1)
આલાને લીલા વાંસ રે વઢાવો,
મારા ચિત્તડામાં ચોરી ચિતરાવો….પરના પીરને …(2)
સેલાણી ચરણે બોલ્યા રે હમીર,
અમને પ્રીતથી પરણવા દિયો..પરના પીરને ….(3)
પરબનાં પીરને કોઇ સમજાવી દયોને,
દેશ પરદેશના જોષીડા તેડાવો,
મારા ઘડીયા લગનિયા જોવરાવો….
તારા રે ઘટમાં પિયુ બિરાજે – ભજનની દુનિયા
GUJARATI BHAJAN,SANTVANI DHAM,SANTVANI BHAJAN