અમારા રે અવગુણ, ગુરુજીના ગુણ તો ઘણાં – સંતોની વાણી
AMARA RE AVAGUN ,GURUJI NA GUN – SANTVANI SONG IN GUJARATI
રચનાઃ દાસી જીવણ
અમારા રે અવગુણ, ગુરુજીના ગુણ તો ઘણાં
એ અમારા અવગુણ સામું મત જો…અમારા રે અવગુણ…
ગુરુ મારા દીવો રે, ગુરુ મારા દેવતા,
અને ગુરુ મારા કાશી ને કેદાર રે… અમારા રે અવગુણ…
ગુરુ મારા ગંગા રે, ગુરુ મારા ગોમતી,
અને ગુરુજી મારા, પારસમણી ને તોલ રે…અમારા રે અવગુણ…
ઝારીડા મેલાવો રે, ગુરુ ગમ જ્ઞાનના,
ઈ ઝારીડાને, ઝરણાં માયલા જાપ રે… અમારા રે અવગુણ…
ગુરુ મારા ત્રાપો રે, ગુરુજી મારા તુંબડા,
અને ઈ તુંબડીયે તરીને, ઉતરવું ભવપાર રે…અમારા રે અવગુણ…
ગુરુને પ્રતાપે, દાસી ‘જીવણ’ બોલિયા,
એ દેજો અમને સંતને ચરણે વાસ રે… અમારા રે અવગુણ…