PAR MANUSHYA NAHI PAVE – BHAJAN SANTVANI
પાર મનુષ્ય નહીં પાવે…. ગુજરાતી ભજન સંતવાણી
રચનાઃ નરેશદાસ
પાર મનુષ્ય નહીં પાવે,
ભલે ને મંદિર મોટા બનાવે ….ટેક
અકળ કળા છે અવિનાશી,
સમજણમાં ન આવે,
મથી મથીને થાક્યા માનવી,
ગાફિલ ગોથા ખાવે…..પાર મનુષ્ય (1)
મંદિર જાવે ભલે જાવે તિરથમાં,
કોઇ વિરલા વનમાં જાવે,
માળા મોટી મોટી પહેરીને,
તિલક ભલે લગાવે….પાર મનુષ્ય (2)
ભુખ્યા રહીને ભજે પ્રભુજી,
ભજન કિર્તન ગાવે,
ગુરૂ નામ વિના ગોત્યો જડે નહીં,
ભલે ભીતર ધ્યાન લગાવે…..પાર મનુષ્ય (3)
દાસ નરેશ મરમ એ વિરલા પાવે,
જે સદગુરૂ ચરણે જાવે,
માલમી ગુરૂ મળી જાય ત્યારે,
પલમાં રાહ બતાવે…પાર મનુષ્ય (4)
પાર મનુષ્ય નહીં પાવે,
ભલે ને મંદિર મોટા બનાવે …