કાનજી તારી મા કહેશે – સંતવાણી ભજનનાં સંગે
KANJI TARI MA KAHESHE PAN – JUNA BHAJANO
રચનાઃ નરસિંહ મહેતા
કાનજી તારી મા કહેશે,
પણ અમે કાનુડો કહેશું રે,
એટલું કહેતા નહીં માને,
તો ગોકુળ મેલી દેશું રે,
માખણ ખાતા નહોતું આવડતું
મુખ હતું તારું એઠું રે,
ગોપીઓએ તારું ઘર ઘેરાણું,
જઇ ખૂણામાં પેઠું રે…
કાનજી તારી મા કહેશ પણ…
ઝુલણ પહેરતાં નહોતું આવડતું
અમે તે દી પહેરાવતા રે,
ભરવાડોની ગાળ્યું ખાતો,
અમે તે દી છોડાવતા રે…
કાનજી તારી મા કહેશે પણ…
કાલો ઘેલો તારા માતા-પિતાનો
અમને શેના કોડ રે,
કરમ સંજોગે આવી ભરાણા
આંગણા જોડા જોડ રે…
કાનજી તારી મા કહેશે પણ…
ઘુટણીયા ભેર હાલતો ચાલતો
બોલતો કાલું ઘેલું રે,
ભલે મલ્યા મહેતા નરસિંહના
સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે…
કાનજી તારી મા કહેશે પણ…