NACHE GANESHA NE NACHE HANUMAN.. SANTVANI BHAJAN
નાચે ગણેશા ને નાચે હનુમાન… – GUJARATI BHAJAN LYRICS
રચનાઃ નરસિંહ મહેતા
નાચે ગણેશાને નાચે હનુમાન,
પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન,
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ,
નાચે સદાશિવ આગે ભૈરવ….ટેક
ભાંગ વાવી ભોળાનાથે,નિંદે છે ગણેશ,
પાર્વતીજી પાણી વાળે,છુટા મેલી કેશ….અગડ બમ (1)
ભાંગ કેરા રોટલા ને, ધતુરાનું શાક,
પિરસે મૈયા પાર્વતી ને, જમે ભોળાનાથ…અગડ બમ (2)
હાથ લીધી ભભૂતિ ને, ચોળે છે અંગ,
દેખો મૈયા પાર્વતી,કૈસો ભયો રંગ….અગડ બમ (3)
નાગ કેરા બાજુબંધ,નાગ કેરા હાર,
નાગણુંના સિંગાર, સુહાવે ભોળોનાથ..અગડ બમ (4)
કોઇ પૂજે અંગ બાબા, કોઇ પૂજે પાંવ,
‘નરસિંહ’ મેતો પૂજે , અપૂજ લિંગ…અગડ બમ (5)
નાચે ગણેશાને નાચે હનુમાન,
પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન,
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ,
નાચે સદાશિવ આગે ભૈરવ..