DO RANGA BHELA RE NAV BESIYE – DASI JIVAN BHAJAN
દો રંગા ભેગા રે નવ બેસીએ… દેશી સંતવાણી
રચનાઃ દાસી જીવણ
દો રંગા ભેગા રે નવ બેસીએ,
એમાં પત પોતાની રે જાય…..ટેક
ઘડીકમાં રંગ ચડેને ઘડીકમાં ઉતરે,
ઘડીકમાં વૈરાગી બની જાય…..દો રંગા ભેળા.. (1)
ઘડીકમાં ગુરૂને ઘડીકમાં ચેલકા
ઘડીકમાં પીર થઇને પૂજાય….દો રંગા ભેળા..(2)
કામી રે ક્રોધીને, લોભી લાલચું,
ઇ તો પર દુઃખે ન દુભાય…..દો રંગા ભેળા..(3)
ગુરૂના પ્રતાપે ‘જીવણ’ બોલિયા,
ઇ તો નિત્ય યોર્યાસીમાં જાય…..દો રંગા ભેળા..(4)
દો રંગા ભેગા રે નવ બેસીએ,
એમાં પત પોતાની રે જાય….