ઇન્સાફી એવા ઈશ્વર-ગુજરાતી ભજન નો સંગ્રહ
INSAFI EVA ISHVAR – PRACHIN SANTWANI BHAJAN WITH LYRICS
રચનાઃ અનામી
ઇન્સાફી એવા ઈશ્વર, ઇન્સાફ તારો ક્યાં છે,
ન્યાયી કહે છે દુનિયા, પણ ન્યાય તારો ક્યાં છે… ટેક.
નિર્મળ હૃદય છે મારું, નિર્બળ મારી કાયા,
નથી લેશ પાપ છાયા, અપરાધ મારો ક્યાં છે…ઇન્સાફી એવા…
દોષીત જનોને ન પૂછે, નિર્દોષ આંસુ લૂંછે,
કહેવાય દયાનો સિંધુ, તારી દયા આ ક્યાં છે…ઇન્સાફી એવા…
પાપાત્માને ભક્ષે, પુણ્યાત્માને રક્ષે,
રહે નિત્ય સત્ય પક્ષે, આ બોલ તારા ક્યાં છે…ઇન્સાફી એવા…
જ્યારે અધર્મની ચડતી થાશે ધર્મની પડતી,
અવતાર લઉં હું અર્જુન, ગીતા વચન એ ક્યાં છે…ઇન્સાફી એવા…